09 April, 2025 06:55 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન
IPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે વાપસી કરનાર ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની યુટ્યુબ પર બે ચૅનલ છે. હાલમાં તેની ‘અશ્વિન’ નામની ચૅનલ પર ઇંગ્લિશમાં અને ‘ઐશ કી બાત’ નામની એક નવી ચૅનલ પર હિન્દીમાં ક્રિકેટજગતના અલગ-અલગ મહેમાનો દ્વારા મૅચનું વિશ્લેષણ કરવામાં આવે છે.
‘અશ્વિન’ ચૅનલ પર હાલમાં એક મહેમાને અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના હોવા છતાં અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહમદને રમાડવાના CSKના પગલાની ટીકા કરી હતી જેના કારણે નવો વિવાદ ઊભો થતાં વિડિયોને ચૅનલ પરથી દૂર કરવામાં આવ્યો હતો. અશ્વિનની ચૅનલના ઍડ્મિન દ્વારા એક પોસ્ટ શૅર કરીને CSKની મૅચના પ્રીવ્યુ અને રિવ્યુ નહીં કરવાની જાહેરાત કરીને લખવામાં આવ્યું હતું કે ‘અમારા મહેમાનો દ્વારા વ્યક્ત કરાયેલાં મંતવ્યો અશ્વિનનાં વ્યક્તિગત મંતવ્યો પ્રતિબિંબિત કરતાં નથી.’