સેહવાગ અને આકાશ ચોપડાની જેમ વૈભવ સૂર્યવંશીને કારણે યશસ્વી જાયસવાલનું પ્રદર્શન ઢંકાઈ ગયું: અશ્વિન

26 May, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીરેન્દર સેહવાગ અને આકાશ ચોપડાની જેમ વૈભવ સૂર્યવંશીને કારણે યશસ્વી જાયસવાલનું પ્રદર્શન ઢંકાઈ ગયું છે: અશ્વિન

વીરેન્દર સેહવાગ, આકાશ, વૈભવ સૂર્યવંશી, યશસ્વી જાયસવાલ, અશ્વિન

ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચૅનલ પર રાજસ્થાન રૉયલ્સના ઓપનર્સ વિશે મોટું નિવેદન આપ્યું હતું. અશ્વિને કહ્યું, ‘મને લાગે છે કે વૈભવ સૂર્યવંશીના પ્રદર્શનથી કદાચ યશસ્વી જાયસવાલ થોડો ગભરાઈ ગયો છે. વૈભવની તોફાની બૅટિંગને કારણે યશસ્વીનું પ્રદર્શન ઢંકાઈ ગયું છે.’

રવિચન્દ્રન અશ્વિને વધુમાં કહ્યું, ‘જો તમને ટેસ્ટ-મૅચોમાં વીરેન્દર સેહવાગ અને આકાશ ચોપડાની ઓપનિંગ જોડી યાદ હોય તો આકાશ ચોપડા ખરેખર સારું રમતો હતો. ૩૦ કે ૪૦ રનની સારી શરૂઆત આપતો હતો પરંતુ વીરેન્દ્ર સહેવાગ જે શૈલીથી બૅટિંગ કરતો હતો એનાથી આકાશ ચોપડા લગભગ અદૃશ્ય થઈ જતો હતો.’

IPL 2026માં વૈભવ સૂર્યવંશી ૧૪ મૅચમાં એક સેન્ચુરી અને ત્રણ ફિફ્ટીની મદદથી ૫૮૩ રન ફટકારીને રાજસ્થાન રૉયલ્સનો હાઇએસ્ટ રન-સ્કોરર છે. યશસ્વી જાયસવાલે આ સીઝનમાં ૧૪ મૅચમાં ત્રણ ફિફ્ટીની મદદથી ૩૯૭ રન કર્યા છે. 

ravichandran ashwin vaibhav sooryavanshi yashasvi jaiswal virender sehwag rajasthan royals IPL 2026 cricket news sports news