રણજી મૅચમાં ત્રિપુરા સામે મુંબઈની ૩૯૦ રનની લીડ

28 October, 2024 10:49 AM IST  |  Tripura | Gujarati Mid-day Correspondent

અગરતલામાં ત્રિપુરા સામેની રણજી મૅચના બીજા દિવસે મુંબઈ પાસે ૩૯૦ રનની લીડ છે. પહેલી ઇનિંગ્સમાં મુંબઈનો સ્કોર ૧૨૨.૪ ઓવરમાં ૪૫૦/૧૦ રહ્યો હતો.

સૂર્યાંશ શેડગે

અગરતલામાં ત્રિપુરા સામેની રણજી મૅચના બીજા દિવસે મુંબઈ પાસે ૩૯૦ રનની લીડ છે. પહેલી ઇનિંગ્સમાં મુંબઈનો સ્કોર ૧૨૨.૪ ઓવરમાં ૪૫૦/૧૦ રહ્યો હતો. દિવસના અંતે ત્રિપુરાની ટીમ ૧૯ ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે ૬૦ રન ફટકારી શકી હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ પહેલા દિવસે ખરાબ શરૂઆત કરી હતી, પણ ૨૧ વર્ષના સૂર્યાંશ શેડગેએ ૯૯ રનની પારી રમીને મુંબઈની ઇનિંગ્સ સંભાળી લીધી હતી. ગઈ કાલે નીચલા ક્રમના બૅટ્સમેન શમ્સ મુલાની (૭૧ રન), હિમાંશુ સિંહ (૫૯ રન) અને શાર્દૂલ ઠાકુર (૬૨ રન)ની ફિફ્ટી પ્લસ રનની ઇનિંગ્સે મુંબઈને મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. પહેલા દિવસે મુંબઈનો સ્કોર ૨૪૮/૬ હતો.

mumbai tripura ranji trophy shardul thakur agartala cricket news sports news sports