બૅન્ગલોર ક્રિકેટ ઍકૅડેમીમાં ભાવિ ક્રિકેટર્સે રાહુલ દ્રવિડને આપ્યું ગાર્ડ ઑફ ઑનર

10 July, 2024 10:36 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

દ્રવિડે ત્યાં હાજર લોકોનું અભિવાદન પણ કર્યું અને હસીને બધા સાથે હાથ મિલાવ્યો હતો

રાહુલ દ્રવિડને આપ્યું ગાર્ડ ઑફ ઑનર

ગઈ કાલે જ્યારે વર્લ્ડ ચૅમ્પિયન હેડ કોચ રાહુલ દ્રવિડ બૅન્ગલોર ક્રિકેટ ઍકૅડેમી પહોંચ્યો ત્યારે ટ્રેઇનિંગ લઈ રહેલા ભાવિ ક્રિકેટર્સે તેમના સન્માનમાં બૅટ ઊભાં કર્યાં અને ઍકૅડેમીના કોચિંગ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું. દ્રવિડે ત્યાં હાજર લોકોનું અભિવાદન પણ કર્યું અને હસીને બધા સાથે હાથ મિલાવ્યો હતો. ૨૦૨૧માં દ્રવિડ ભારતીય ટીમનો કોચ બન્યો અને તેના કોચ તરીકેના કાર્યકાળ દરમ્યાન ટીમ ૨૦૨૨ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલ, ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ અને ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી હતી. અહેવાલો અનુસાર ગૌતમ ગંભીરની વિદાય બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝનમાં રાહુલ દ્રવિડ કોલકાતા નાઇટ રાઇડર્સનો નવો મેન્ટર બની શકે છે, જેના માટે તેને મોટી રકમ ઑફર કરવામાં આવી છે.

rahul dravid bengaluru cricket news sports sports news