08 May, 2026 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુધવારે યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં શશાંક સિંહે હેન્રિક ક્લાસેનનો કૅચ છોડ્યો હતો
IPL 2026માં ધમાકેદાર શરૂઆત કરનાર પંજાબ કિંગ્સ ખરાબ ફીલ્ડિંગને કારણે બૅકફુટ પર આવી ગયું છે. દિલ્હી કૅપિટલ્સ બાદ કૅચ છોડવા મામલે આ સીઝનમાં પંજાબ સૌથી ખરાબ ફીલ્ડિંગવાળી ટીમ છે. દિલ્હીએ ૩૧માંથી ૧૭ કૅચ છોડ્યા છે, જ્યારે પંજાબે ૪૨માંથી ૧૫ કૅચ છોડ્યા છે. ડ્રૉપ કૅચને કારણે પંજાબના બોલર્સને મૅચમાં વાપસી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
શશાંક સિંહ સરળ કૅચ છોડવા મામલે આ સીઝનમાં સૌથી ચર્ચામાં રહ્યો છે. બ્રૉડકાસ્ટિંગ ટીમના રેકૉર્ડ અનુસાર પંજાબના આ બૅટરે બાઉન્ડરી લાઇન પર આ સીઝનમાં સાતમાંથી ૬ કૅચ છોડ્યા છે.
પંજાબના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે આ સીઝનમાં સૌથી વધુ ૧૬ વખત કૅચના ચાન્સ ઉત્પન્ન કર્યા છે. જોકે એમાંથી ૮ કૅચ છૂટ્યા છે. આ સીઝનમાં ૬૧ બોલર્સે ચારથી વધુ વખત કૅચના ચાન્સ બનાવી આપ્યા છે, જોકે કોઈ બોલરના આટલા બધા કૅચ છૂટ્યા નથી.