21 October, 2025 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાની કૅપ્ટન શાન મસૂદે બે ફોર અને ત્રણ સિક્સરના આધારે ૧૭૬ બૉલમાં શાનદાર ૮૭ રન ફટકાર્યા.
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝની અંતિમ મૅચ ગઈ કાલે રાવલપિંડીમાં શરૂ થઈ હતી. પાકિસ્તાન લાહોર ટેસ્ટ-મૅચ જીતીને સિરીઝમાં ૧-૦થી આગળ છે. બીજી ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાને પહેલા દિવસે ૯૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૫૯ રન કર્યા હતા.