12 November, 2025 01:20 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
શાહીન શાહ આફ્રિદી
પાકિસ્તાનના નવા વન-ડે કૅપ્ટન શાહીન શાહ આફ્રિદીએ મોટો ખુલાસો કર્યો છે. ગયા મહિને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મોહમ્મદ રિઝવાનના સ્થાને શાહીન શાહ આફ્રિદીને વન-ડે કૅપ્ટન બનાવ્યો હતો. શાહીન શાહ આફ્રિદીએ દાવો કર્યો છે કે મેં રિઝવાન સાથે આ બાબતે ચર્ચા કર્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી જવાબદારી સંભાળી.
શાહીને વધુમાં કહ્યું હતું કે ‘રિઝવાન એકમાત્ર વ્યક્તિ હતી જેની સાથે મેં ચર્ચા કરી હતી અને મેં મને મળી રહેલા કૅપ્ટનના પદ વિશે તેના વિચારો પણ જાણ્યા હતા. રિઝવાને પોતે જ નક્કી કર્યું હતું કે તે મારા માટે રસ્તો બનાવશે અને સમર્થન આપશે.’
શાહીન શાહ આફ્રિદીએ હાલમાં સાઉથ આફ્રિકા સામે ૨-૧થી વન-ડે સિરીઝ જીતીને પોતાની કૅપ્ટન્સીની વિજયી-શરૂઆત કરી છે.