પાકિસ્તાન-શ્રીલંકા ૬ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં ટકરાશે

11 November, 2025 11:50 AM IST  |  Rawalpindi | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા પાકિસ્તાન સામે છેલ્લે ૨૦૧૪માં જીત્યું હતું વન-ડે સિરીઝ

વન-ડે સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ

રાવલપિંડીમાં આજથી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડેની સિરીઝ શરૂ થશે. ભારતીય સમય અનુસાર બપોરે ૩ વાગ્યાથી ત્રણેય વન-ડે મૅચ રાવલપિંડીમાં રમાશે. બન્ને ટીમ વચ્ચે છેલ્લે ઑક્ટોબર ૨૦૧૯માં વન-ડે સિરીઝ રમાઈ હતી. છેલ્લાં ૬ વર્ષમાં બન્ને ટીમ વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં જ આ ફૉર્મેટની મૅચ રમી છે.

બન્ને ટીમ વચ્ચે ૧૫૭ મૅચ રમાઈ છે જેમાંથી પાકિસ્તાને ૯૩ અને શ્રીલંકાએ ૫૯ મૅચ જીતી છે. એક મૅચ ટાઇ અને ચાર મૅચ નો-રિઝલ્ટ રહી છે. બન્ને ટીમ વચ્ચે ૨૦ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાંથી પાકિસ્તાન ૧૪ અને શ્રીલંકા માત્ર ૬ સિરીઝ જીત્યું છે. શ્રીલંકાએ પાકિસ્તાનમાં રમેલી આઠમાંથી ૩ સિરીઝ જીતી છે. પાકિસ્તાનમાં આ હરીફ ટીમે છેલ્લે જાન્યુઆરી ૨૦૦૯માં વન-ડે સિરીઝ જીતી હતી. ઓવરઑલ શ્રીલંકાએ પાકિસ્તાનને છેલ્લે ૨૦૧૪માં વન-ડે સિરીઝમાં માત આપી હતી. ત્યાર બાદ રમાયેલી ત્રણ વન-ડે સિરીઝ પર પાકિસ્તાને કબજો કર્યો હતો. 

pakistan sri lanka one day international odi cricket news sports sports news