07 May, 2025 02:48 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ન્યુઝી લૅન્ડના રચીન રવિન્દ્ર અને ટ્રેન્ટ બોલ્ટ (તસવીર: PTI)
ભારત અને પાકિસ્તાન બન્ને દેશો વચ્ચે યુદ્ધ થવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ત્યારે બન્ને દેશોમાં ક્રિકેટ લીગ પણ રમાઈ રહી છે. ભારતમાં ઇન્ડિયન પ્રિમીયર લીગ 2025 (IPL 2025) અને પાકિસ્તાનમાં પાકિસ્તાન પ્રિમીયર લીગ 2025 (PSL 2025)નો રંગ જામ્યો છે. આ સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાં અનેક વિદેશી ખેલાડીઓ પણ રમી રહ્યા છે. જોકે બન્ને દેશો વચ્ચે વસણી રહેલી પરિસ્થિતીને લીધે ન્યુઝી લૅન્ડ ક્રિકેટ દ્વારા તેમના ખેલાડીઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.
ન્યુઝી લૅન્ડ ક્રિકેટ (NZC) ભારત અને પાકિસ્તાન બન્નેની ક્રિકેટ લીગમાં રમી રહેલા તેના ખેલાડીઓની સલામતી પર નજીકથી નજર રાખી રહ્યું છે. કિવી ક્રિકેટરો હાલમાં પાકિસ્તાન સુપર લીગ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લઈ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામ હુમલા બાદ 7 મેના રોજ ભારતે પાકિસ્તાન પર `ઓપરેશન સિંદૂર` શરૂ કર્યા પછી ન્યુઝી લૅન્ડ દ્વારા તેમના ખેલાડીઓની સલામતી ચિંતાનો વિષય બની ગઈ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, NZC એ એક નિવેદન જાહેર કરીને કહ્યું: “NZ ક્રિકેટ સંબંધિત અહેવાલોથી વાકેફ છે. અમે તમામ વિદેશી વાતાવરણમાં અમારા ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ માટે સુરક્ષા વાતાવરણનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખીએ છીએ જેથી ખાતરી કરી શકાય કે તેઓ સૌથી અપડેટેડ સલાહ પ્રાપ્ત કરી રહ્યા છે. “આમાં બાંગ્લાદેશમાં અમારી રાષ્ટ્રીય પુરુષ A ટીમ અને IPL અને PSL બન્નેમાં સામેલ ન્યુઝી લૅન્ડના ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સુરક્ષા મૂલ્યાંકન વર્તમાન અને ચાલુ છે.”
IPL 2025 અને PSL 2025 માં રમનારા ન્યુઝી લૅન્ડના ખેલાડીઓની યાદીમાં ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ટ્રેન્ટ બોલ્ટ, બેવોન જેકોબ્સ, મિશેલ સેન્ટનર. તો PSL 2025માં કાયલ જેમીસન, માઈકલ બ્રેસવેલ, ફિન એલન, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, ટિમ સીફર્ટ, કેન વિલિયમસન, કોલિન મુનરો.
ભારતે ઓપરેશન સિંદૂર વિશે વિગતો જાહેર કરી
ભારતે બુધવારે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં સ્થિત આતંકવાદી શિબિરોની વિગતો જાહેર કરી, જેને 22 એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર દરમિયાન નિશાન બનાવવામાં આવ્યા હતા. વિદેશ સચિવ વિક્રમ મિસરી, ભારતીય સૈન્ય અધિકારી સોફિયા કુરેશી અને ભારતીય વાયુસેના (IAF) વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહની હાજરીમાં યોજાયેલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન ચોકસાઇથી કરવામાં આવેલા હુમલાના વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા.
ઓપરેશન સિંદૂર પર એક ખાસ બ્રીફિંગને સંબોધતા, કર્નલ કુરેશીએ કહ્યું, "ભવાનપુરનું મરકઝ સુભાન અલ્લાહ, આંતરરાષ્ટ્રીય સીમાથી 100 કિલોમીટર દૂર સ્થિત છે. તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું. તે ભરતી, તાલીમ અને શિક્ષણનું કેન્દ્ર પણ હતું. ટોચના આતંકવાદીઓ ઘણીવાર અહીં આવતા હતા. હું તમને જણાવવા માંગુ છું કે કોઈ લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું ન હતું, અને અત્યાર સુધી કોઈ નાગરિક જાનહાનિના અહેવાલ નથી," તેમણે ઉમેર્યું.