16 July, 2025 08:42 AM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સની રમતો માટેનું શેડ્યુલ હાલમાં જાહેર કરવામાં આવ્યું હતું. ૧૪ જુલાઈથી શરૂ થનારા આ રમતના મહાકુંભના બે દિવસ પહેલાં એટલે કે ૧૨ જુલાઈથી ક્રિકેટની ટુર્નામેન્ટ શરૂ થઈ જશે. ૧૨૮ વર્ષ બાદ વાપસી કરી રહેલી આ રમતની મેડલ મૅચ ૨૦ અને ૨૯ જુલાઈએ રમાશે. લૉસ ઍન્જલસથી લગભગ ૫૦ કિલોમીટર દૂર પોમેના શહેરના ફેરગ્રાઉન્ડ્સ સ્ટેડિયમમાં તમામ મૅચો રમાશે.
મેન્સ અને વિમેન્સ ટીમની કૅટેગરીમાં ૬-૬ ટીમોના કુલ ૧૮૦ T20 પ્લેયર્સ ભાગ લેશે. મોટા ભાગના દિવસોમાં બે મૅચ રમાશે, જ્યારે ૧૪ અને ૨૧ જુલાઈએ કોઈ મૅચ નહીં હોય. બન્ને કૅટેગરીમાં કુલ ૯૦-૯૦ પ્લેયર્સનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે એથી ૧૨ ટીમ ૧૫-૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેરાત કરી શકે.