News In Short: હું માંકડિંગની તરફેણમાં છું : અર્જુન તેન્ડુલકર

19 January, 2023 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલર બૉલ ફેંકે એ પહેલાં દોડવાની શરૂઆત કરી દેતા નૉન-સ્ટ્રાઇક એન્ડ પરના બૅટરને રનઆઉટ કરી દેવો એ ક્રિકેટની ભાવનાની વિરુદ્ધમાં કહેવાય એવા અમુક લોકોના મંતવ્ય સાથે હું જરાય સહમત નથી,

અર્જુન તેન્ડુલકર

હું માંકડિંગની તરફેણમાં છું : અર્જુન તેન્ડુલકર

ગોવાના ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરે માંકડિંગની તરફેણ કરતાં કહ્યું છે કે જે લોકો એમ કહે છે કે બોલર બૉલ ફેંકે એ પહેલાં દોડવાની શરૂઆત કરી દેતા નૉન-સ્ટ્રાઇક એન્ડ પરના બૅટરને રનઆઉટ કરી દેવો એ ક્રિકેટની ભાવનાની વિરુદ્ધમાં કહેવાય એવા અમુક લોકોના મંતવ્ય સાથે હું જરાય સહમત નથી, કારણ કે માંકડિંગ હવે કાયદો બની ગયો છે. જોકે હું બૅટરને આ રીતે આઉટ નહીં કરું, કારણ કે બોલિંગ રન-અપ પરથી આવતી વખતે બેલ્સ ઉડાડવા હું અચાનક અટકી શકું નહીં અને હું મારી તાકાત એમાં વેડફું પણ નહીં. હા, જો કોઈ બોલર માંકડિંગમાં બૅટરને આઉટ કરશે તો હું એ બોલરની ફેવર કરીશ.’

દૂતી ચંદના સૅમ્પલમાં પ્રતિબંધિત સ્ટેરૉઇડ્સ મળ્યું, સસ્પેન્ડ કરાઈ

ભારતની જાણીતી રનર દૂતી ચંદના ડ્રગ્સ-ટેસ્ટ માટેના સૅમ્પલમાં પ્રતિબંધિત ઍનાબોલિક સ્ટેરૉઇડ મળી આવ્યું છે અને તેને કામચલાઉ ધોરણે સ્પર્ધાઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. ૨૬ વર્ષની આ રનર ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં ૧૦૦ મીટર તથા ૨૦૦ મીટર દોડમાં બીજા નંબરે આવીને સિલ્વર મેડલ જીતી હતી. હાલમાં ૧૦૦ મીટર દોડમાં નૅશનલ ચૅમ્પિયન છે.

એમઆઇ એમિરેટ્સના તાહિરને મળ્યો વાઇટ બેલ્ટ

યુએઈની છ ટીમ વચ્ચેની ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦માં મંગળવારે એમઆઇ એમિરેટ્સે શારજાહ વૉરિયર્સ સામે સતત બીજી મૅચમાં વિજય મેળવ્યો હતો. શનિવારે અબુ ધાબીમાં કીરૉન પોલાર્ડની કૅપ્ટન્સીમાં એમઆઇએ ૪૯ રનથી જે વિજય મેળવ્યો એમાં એમઆઇના સાઉથ આફ્રિકન સ્પિનર ઇમરાન તાહિરનો પર્ફોર્મન્સ સૌથી આકર્ષક હતો જે બદલ તેને પછીથી સ્પર્ધાનો મોખરાનો બોલર બનવા બદલ વાઇટ બેલ્ટ ભેટ અપાયો હતો. તેને આઠમી ઓવરમાં મોરચા પર લાવવામાં આવ્યા પછી તેણે પાંચ જ રનમાં ત્રણ બૅટરને આઉટ કર્યા હતા. મંગળવારે શારજાહ સામેની જ બીજી મૅચ એમઆઇએ ૬ વિકેટે જીતી લીધી હતી અને એમાં તાહિરે બે વિકેટ લીધી હતી.

sports news sports cricket news test cricket arjun tendulkar t20 kieron pollard