નેપાલનો જોરદાર આંચકો વેસ્ટ ઇન્ડીઝને

29 September, 2025 11:15 AM IST  |  Sharjah | Gujarati Mid-day Correspondent

૧૮૦ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા પછી પહેલી વાર કોઈ ફુલ મેમ્બર ટીમને હરાવી : શારજાહમાં રમાયેલી T20 મૅચમાં ૧૯ રનથી મેળવ્યો વિજય : કૅરિબિયન ક્રિકેટની અધોગતિ અટકી નથી રહી

ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યા બાદ ખુશખશાલ નેપાલની ક્રિકેટ ટીમ

નેપાલે ગઈ કાલે શારજાહમાં રમાયેલી T20 ઇન્ટરનૅશનલ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને જબરદસ્ત અપસેટ સરજ્યો હતો. કોઈ ટેસ્ટ-પ્લેઇંગ દેશ સામે નેપાલની આ પહેલવહેલી જીત છે. ૧૮૦ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા પછી નેપાલે કોઈ ફુલ મેમ્બર ટીમને હરાવીને ઇતિહાસ રચ્યો છે.

ત્રણ મૅચની T20 સિરીઝની પહેલી મૅચમાં ગઈ કાલે નેપાલે પહેલાં બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૮ રન બનાવ્યા હતા. એના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને માત્ર ૧૨૯ રન કરી શક્યું હતું.

ઉલ્લેખનીય છે કે તળિયે ને તળિયે જઈ રહેલા વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટને ઉગારવાનો પ્લાન ઘડવા તાજેતરમાં દિગ્ગજ ભૂતપૂર્વ કૅરિબિયન ક્રિકેટરો ભેગા થયા હતા, પણ ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝે વધુ એક જબરદસ્ત નાલેશી જોવી પડી હતી.

nepal west indies t20 t20 international cricket news sports sports news