19 April, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુનાફ પટેલ
બુધવારે રાજસ્થાન રૉયલ્સ સામેની રસાકસીવાળી મૅચમાં આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દિલ્હી કૅપિટલ્સના બોલિંગ-કોચ મુનાફ પટેલને દંડ થયો છે. મુનાફ પટેલને મૅચ-ફીના પચીસ ટકાના દંડની સાથે એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર મૅચ દરમ્યાન બાઉન્ડરી લાઇન પર ફોર્થ અમ્પાયર સાથે દલીલ કરવા બદલ તેને આ દંડ થયો છે. તે મેદાન પર પ્લેયર મારફત પોતાની ટીમ સુધી એક મેસેજ મોકલવા માગતો હતો, પરંતુ ફોર્થ અમ્પાયરે તેને એમ કરવાની મંજૂરી આપી નહોતી.