MLCની ઓપનિંગ મૅચમાં જ મુંબઈકર સૌરભ નેત્રાવળકરે ત્રણ વિકેટ લઈને મચાવી ધમાલ

08 July, 2024 10:22 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

MLCની બીજી સીઝન ૬ જુલાઈથી શરૂ થઈ હતી

સૌરભ નેત્રાવળકર

T20 વર્લ્ડ કપ 2024 બાદ અમેરિકન ધરતી પર મેજર લીગ ક્રિકેટ (MLC)ની બીજી સીઝન ૬ જુલાઈથી શરૂ થઈ હતી. વૉશિંગ્ટન ફ્રીડમ માટે રમનાર મુંબઈકર સૌરભ નેત્રાવળકરે પહેલી મૅચથી તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી હતી. MI ન્યુ યૉર્ક સામે તે ૨૪ રનમાં ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. સ્ટીવ સ્મિથની આ ટીમે DLS મેથડથી ૪ રને જીત મેળવીને વિજયી શરૂઆત કરી હતી. ૨૯ જુલાઈ સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં ૬ ટીમ વચ્ચે ટક્કર થઈ રહી છે. 

united states of america cricket news sports sports news