29 April, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઇન્ડિયન્સે ઇન્જર્ડ મિચલ સૅન્ટનરના સ્થાને કેશવ મહારાજને લીધો
મુંબઈ ઇન્ડિયન્સે સાઉથ આફ્રિકાના ડાબા હાથના સ્પિનર કેશવ મહારાજને ન્યુ ઝીલૅન્ડના સ્પિનર મિચલ સૅન્ટનરના સ્થાને કરારબદ્ધ કર્યાની પુષ્ટિ કરી છે. આ બન્ને ખેલાડીઓ પોતાના દેશની T20 ટીમના નેતૃત્વ ગ્રુપનો ભાગ રહ્યા છે.
બે કરોડ રૂપિયાનો મિચલ સૅન્ટનર ચેન્નઈ સામેની મૅચમાં કૅચ પકડવા દરમ્યાન ઘાયલ થયો હતો. ડાબા ખભામાં થયેલી ઇન્જરીને કારણે તે IPL 2026માંથી બહાર થઈ ગયો હતો. વર્તમાન સીઝનની ચાર મૅચમાં તેણે પાંચ વિકેટ લઈને ૨૬ રન પણ કર્યા હતા.
ભારતીય મૂળનો ઑલરાઉન્ડર કેશવ મહારાજ ૭૫ લાખ રૂપિયામાં મુંબઈની સ્ક્વૉડમાં સામેલ થયો છે. તે રાજસ્થાન અને લખનઉની ટીમોનો ભાગ રહ્યો છે. તેણે ૨૦૨૪માં માત્ર રાજસ્થાન માટે બે IPL મૅચ રમી હતી. એમાં તેણે બે વિકેટ લેવાની સાથે એક રન કર્યો હતો.