✕

ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમારની વાપસી વિશે મોહમ્મદ શમીએ કહ્યું. દરેક વ્યક્તિ તક મેળવવાને પાત્ર છે

13 October, 2026 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમમાંથી મોહમ્મદ શમીની લાંબા સમયની ગેરહાજરીની વચ્ચે રાષ્ટ્રીય ટીમમાં ભુવનેશ્વર કુમારની વાપસી વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.

મોહમ્મદ શમી

ભારતીય ટીમમાંથી મોહમ્મદ શમીની લાંબા સમયની ગેરહાજરીની વચ્ચે રાષ્ટ્રીય ટીમમાં ભુવનેશ્વર કુમારની વાપસી વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. મોહમ્મદ શમી માને છે કે સતત સારા પ્રદર્શન અને પ્રતિભાને અવગણવાં ન જોઈએ.

મોહમ્મદ શમી કહે છે, ‘માણસે આશા સાથે આગળ વધતા રહેવું જોઈએ. ભુવનેશ્વર કુમાર પાસે રહેલી પ્રતિભા જુઓ. તે વધારે લોકો સાથે વાતચીત નથી કરતો એનો અર્થ એ નથી કે તમે કોઈ પ્રતિભાશાળી ખેલાડીને આટલા લાંબા સમય સુધી ટીમની બહાર રાખો. હું તેના માટે ખુશ છું કારણ કે આ તક ઘણા લાંબા સમય પછી મળી છે.’

ભારત માટે છેલ્લે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં રમનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કહે છે, ‘ભુવીએ IPLમાં પણ સતત સારું પ્રદર્શન કર્યું છે. જો કોઈ સખત મહેનત કરતું હોય, પોતાની કુશળતા દર્શાવતું હોય અને ક્ષમતા ધરાવતું હોય તો તેઓ કેમ ન રમે? દરેક વ્યક્તિને પ્રદર્શન કરવાની તક મળવી જોઈએ. લોકો મારા માટે ગમે તે કહે પણ હું ફિટ છું અને મેદાન પર રમી રહ્યો છું.’

bhuvneshwar kumar indian cricket team cricket news sports sports news IPL 2026 mohammed shami