25 June, 2025 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શમીએ નાનકડા પક્ષીનો બચાવ્યો જીવ
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ હાલમાં ભારે ગરમીથી પીડાતા એક પક્ષીને બચાવીને બધાનાં દિલ જીતી લીધાં હતાં. ઉત્તર પ્રદેશમાં તેના ઘરની બહાર બેહોશ પડેલા આ નાનકડા પક્ષીને ઍર-કન્ડિશન્ડ રૂમમાં લાવી તેણે પાણી પીવડાવ્યું હતું. જ્યારે ઍર-કન્ડિશનર અને પંખાની હવાને કારણે એ નાનકડા જીવને સંપૂર્ણ રાહત મળી ત્યારે એને ઘરની અગાસી પરથી ફરી ઉડાન ભરવા માટે મુક્ત કરવામાં આવ્યું હતું.
શમીએ આ ઘટનાનો વિડિયો શૅર કરીને લખ્યું કે આ ફક્ત પક્ષીને બચાવવા વિશે નથી, આશા બચાવવા વિશે છે.
ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન સહિત ક્રિકેટ-ફૅન્સે કમેન્ટ બૉક્સમાં શમીની પ્રશંસા પણ કરી હતી.