09 November, 2025 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડાબેથી દીકરો યાહ્યા સુહેલ અને પપ્પા સુહેલ સત્તાર.
સાઉથ એશિયન દેશ તિમોર-લેસ્ટની મેન્સ ટીમ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનારી ૧૦૮મી ટીમ બની છે. આ ટીમે ઇન્ડોનેશિયા અને મ્યાનમાર સામેની ત્રિકોણીય T20 સિરીઝની શરૂઆત કરી છે, પરંતુ પોતાની પહેલી ત્રણેય મૅચમાં ૧૦-૧૦ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે.
જોકે આ ટીમનું ઇન્ટરનૅશનલ ડેબ્યુ એક અનોખી સિદ્ધિને કારણે યાદગાર બનશે. ૫૦ વર્ષનો મોહમ્મદ સુહેલ સત્તાર અને ૧૭ વર્ષનો મોહમ્મદ યાહ્યા સુહેલ આ ટીમ તરફથી રમીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ સાથે રમનાર બાપ-દીકરાની સૌપ્રથમ જોડી બન્યા છે. બન્ને ટૉપ ઑર્ડર બૅટર ટીમ માટે કોઈ ખાસ કમાલ કરી શક્યા નહોતા.