20 January, 2026 03:30 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
સાઉથ આફ્રિકાની SA20ની ચોથી સીઝન હવે અંતિમ તબક્કામાં છે. સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપની ટીમ ૨૮ પૉઇન્ટ સાથે પહેલી નંબરની, ૨૪-૨૪ પૉઇન્ટ સાથે પ્રિટોરિયા કૅપિટલ્સ અને પાર્લ રૉયલ્સ અનુક્રમે બીજા તથા ત્રીજા ક્રમની ટીમ છે. જોબર્ગ સુપર કિંગ્સ અને ડર્બન સુપર જાયન્ટ્સમાંથી ટૉપ ફોરની અંતિમ ટીમ કોણ બનશે એનો નિર્ણય પાર્લ રૉયલ્સ અને જોબર્ગ સુપર કિંગ્સની ટક્કરના રિઝલ્ટ પરથી નક્કી થશે.
નિકોલસ પૂરન, કાઇરન પોલાર્ડ જેવા સ્ટાર ક્રિકેટર્સની હાજરીમાં MI કેપ ટાઉન ૬ ટીમોની આ જંગમાં ૧૦માંથી માત્ર ૩ જીત સાથે ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ ગયું છે. ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ હેડ કોચ તરીકેના પોતાના પહેલા કાર્યકાળમાં પ્રિટોરિયા કૅપિટલ્સને ટોચની ટીમ બનાવી હતી. જ્યારે કેશવ મહારાજના નેતૃત્વમાં પ્રિટોરિયા કૅપિટલ્સે ૧૦માંથી પાંચ મૅચ જીતી ત્યારે આ ટીમે નંબર વન તરીકે પોતાનો લીગ-સ્ટેજ રાઉન્ડ સમાપ્ત કરીને પ્લેઑફ માટે ક્વૉલિફાય થનાર પહેલી ટીમ બની હતી.