15 April, 2023 02:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રિષભ પંત
દિલ્હી કૅપિટલ્સનો મુખ્ય કૅપ્ટન રિષભ પંત કાર-અકસ્માતને કારણે થયેલી ઈજાને લીધે આઇપીએલમાં નથી રમી રહ્યો, પરંતુ તેણે ગઈ કાલે બૅન્ગલોરમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં સાથી-ખેલાડીઓને હૈયાધારણ આપી હતી કે તેને હવે પગમાં ઘણું સારું છે. પંતે પી.ટી.આઇ.ને ગઈ કાલે કહ્યું કે ‘હું બૅન્ગલોરમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં આવ્યો છું અને દિલ્હી કૅપિટલ્સની ટીમ શનિવારની મૅચ માટે બૅન્ગલોરમાં હોવાથી મારા ઘણા સાથીઓ એનસીએમાં આવ્યા એટલે તેમને મળી લેવાનો મને મોકો મળ્યો. મેં તેમની પ્રૅક્ટિસ જોઈ. તેમને મળીને મને ખૂબ આનંદ થયો.’