T20 મુંબઈ લીગમાં મેન્ટરની ભૂમિકામાં દેખાશે અભિષેક નાયર અને પારસ મ્હામ્બ્રે

29 April, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા છ વર્ષના વિરામ બાદ ૨૬ મેથી આઠમી જૂન વચ્ચે T20 મુંબઈ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટની આઠ ટીમ માટે ૨૮૦૦ ક્રિકેટર્સે નોંધણી કરાવી છે.

અભિષેક નાયર અને પારસ મ્હામ્બ્રે

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા છ વર્ષના વિરામ બાદ ૨૬ મેથી આઠમી જૂન વચ્ચે T20 મુંબઈ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટની આઠ ટીમ માટે ૨૮૦૦ ક્રિકેટર્સે નોંધણી કરાવી છે. સાતમી મેએ આ પ્લેયર્સમાંથી ઑલમોસ્ટ ૨૪૦ જણને ખરીદવામાં આવશે.

આ સીઝનમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ તથા કોચિંગ સ્ટાફનો ભાગ રહેલા બે ક્રિકેટ સ્પેશ્યલિસ્ટ પણ મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. અભિષેક નાયર મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સ અને પારસ મ્હામ્બ્રે એ.આર.સી.એસ. અંધેરીની ટીમના પ્લેયર્સને માર્ગદર્શન આપશે. લીગમાં કોચિંગ લાઇન-અપમાં મુંબઈનાં કેટલાંક સૌથી અનુભવી નામોનો સમાવેશ થાય છે જેમાં ઓમકાર સાલ્વી, રાજેશ પવાર, અતુલ રાનાડે અને પ્રવીણ તાંબે અલગ-અલગ ટીમ માટે મુખ્ય કોચની ભૂમિકામાં જોવા મળશે. 

t20 mumbai abhishek nayar cricket news sports news sports