કાંગારૂ ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસે યુવરાજ સિંહને પોતાનો મેન્ટર ગણાવ્યો

21 February, 2026 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસે ભારતના ભૂતપૂર્વ સ્ટાર ઑલરાઉન્ડર યુવરાજ સિંહ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ૩૬ વર્ષના માર્કસ સ્ટૉઇનિસે કહ્યું હતું કે ‘હું IPL કરીઅરની શરૂઆતમાં યુવરાજ સિંહ સાથે રમ્યો હતો.

કાંગારૂ ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસે યુવરાજ સિંહને પોતાનો મેન્ટર ગણાવ્યો

ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસે ભારતના ભૂતપૂર્વ સ્ટાર ઑલરાઉન્ડર યુવરાજ સિંહ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ૩૬ વર્ષના માર્કસ સ્ટૉઇનિસે કહ્યું હતું કે ‘હું IPL કરીઅરની શરૂઆતમાં યુવરાજ સિંહ સાથે રમ્યો હતો. ભલે હું તેની સાથે રમી રહ્યો હતો પણ હું તેને સૌથી વધુ એક મેન્ટર ગણું છું. એ સમયે હું ઘણો નાનો હતો અને તે સ્પષ્ટપણે ખૂબ જ અનુભવી હતો.’
માર્કસ સ્ટૉઇનિસે વધુમાં કહ્યું હતું કે ‘તે સુપર-ટૅલન્ટેડ, ગ્રેટ અને શક્તિશાળી છે. આજના સમયની સરખામણીએ તેની રમતશૈલીમાં રિલૅક્સ્ડ અને લયબદ્ધ પાવર હતો. તે ખૂબ જ સારી અને મદદરૂપ વ્યક્તિ છે. IPLમાં આવતા એક યુવાન વિદેશી ખેલાડી માટે તે ખૂબ જ સારો હતો. તેના માટે મારા મનમાં સંપૂર્ણ આદર છે.’ 

yuvraj singh australia indian cricket team cricket news sports news