✕

હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન ભારતનો વિજયી પ્રારંભ

28 October, 2026 05:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન મૅચ પહેલાં બન્ને ટીમના ખેલાડીઓને મળ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પંજાબના જાલંધરમાં ગઈ કાલે ભારતીય મેન્સ ટીમે હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2026માં વિજયી શરૂઆત કરી હતી. બંગલાદેશ સામે ભારતે ૧૩-૦થી ધમાકેદાર જીત મેળવી હતી. મનપ્રીત સિંહે ત્રણ ગોલ તથા કૅપ્ટન હરમનપ્રીત સિંહે, વાઇસ-કૅપ્ટન હાર્દિક સિંહે અને દિલપ્રીત સિંહે ૨-૨ ગોલ કર્યા હતા.
પંજાબમાં ૧૭ વર્ષ પછી ઇન્ટરનૅશનલ હૉકીની વાપસી થઈ હોવાથી સાંજની આ મૅચ પહેલાં ભાંગડા અને ડ્રોન-શોનું આયોજન કરવામાં આવ્યું. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન મૅચ પહેલાં બન્ને ટીમના ખેલાડીઓને મળ્યા હતા.

asian games Indian Mens Hockey Team hockey indian womens hockey team bangladesh sports news sports