✕

હાર્દિક પંડ્યાની ૩૩મી વર્ષગાંઠે ગર્લફ્રેન્ડ માહિકાએ લખ્યો ઓપન બર્થ-ડે લેટર

12 October, 2026 06:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ૩૩મી વર્ષગાંઠે ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ ઓપન બર્થ-ડે લેટર શૅર કર્યો હતો. ૨૫ વર્ષની માહિકા શર્માએ આ લેટરમાં હાર્દિક પંડ્યાની ગરીબીથી ક્રિકેટ સ્ટારડમ સુધીની સફરનો ઉલ્લેખ કર્યો હતો.

હાર્દિક પંડ્યાની ૩૩મી વર્ષગાંઠે ગર્લફ્રેન્ડ માહિકાએ લખ્યો ઓપન બર્થ-ડે લેટર

ગઈ કાલે ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ૩૩મી વર્ષગાંઠે ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ ઓપન બર્થ-ડે લેટર શૅર કર્યો હતો. ૨૫ વર્ષની માહિકા શર્માએ આ લેટરમાં હાર્દિક પંડ્યાની ગરીબીથી ક્રિકેટ સ્ટારડમ સુધીની સફરનો ઉલ્લેખ કર્યો હતો. આ સોશ્યલ મીડિયા પોસ્ટમાં માહિકા શર્માએ હાર્દિકના એક ફોટોશૂટનો શર્ટલેસ ફોટો શૅર કર્યો હતો. 
માહિકા શર્માએ લેટરમાં લખ્યું, ‘૧૯ વર્ષની ઉંમર સુધી હાર્દિક વડોદરા માટે માત્ર ચોથા ક્રમે આવતો બૅટ્સમૅન હતો. ઔપચારિક શિક્ષણનો અભાવ હોવા છતાં આ રમત તેના માટે પોતાની જાતને વ્યક્ત કરવાનો મંચ બની ગઈ. તે ઘોડાની જેમ અથાક મહેનત કરવાની ક્ષમતા ધરાવતો હતો. ગરીબી અને સામાજિક એકલતા ઉપરાંત તેને ‘બળવાખોર’નું લેબલ પણ આપવામાં આવ્યું હતું.’ 
માહિકા શર્માએ આગળ લખ્યું, ‘શરૂઆતમાં તેને લર્નિંગ ડિસેબિલિટી હતી જેના નિદાન માટે ત્યાં કોઈ સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. જ્યારે તેણે એક મૅચમાં ઑલરાઉન્ડર તરીકે પહેલી વખત બોલિંગ કરી હતી ત્યારે પાંચ વિકેટ લીધી હતી. એ સમયે તેની પાસે બોલિંગ માટેનાં ખાસ જૂતાં પણ નહોતાં.’ 

hardik pandya cricket news mahieka sharma sports news sports