11 April, 2026 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લખનઉમાં ઇન્જર્ડ સ્પિનર વનિન્દુ હસરંગાનો રિપ્લેસમેન્ટ બન્યો ઑલરાઉન્ડર જ્યૉર્જ લિન્ડ
લખનઉ સુપર જાયન્ટ્સે શ્રીલંકાના સ્પિનર વનિન્દુ હસરંગાના સ્થાને સાઉથ આફ્રિકાના સ્પિન ઑલરાઉન્ડર જ્યૉર્જ લિન્ડને ટીમમાં સામેલ કર્યો છે. બે કરોડ રૂપિયાનો વનિન્દુ હસરંગા હૅમસ્ટ્રિંગની ઇન્જરીને કારણે ટીમ સાથે જોડાઈ શકશે નહીં. લખનઉએ IPLનો અનુભવ ન ધરાવતા જ્યૉર્જ લિન્ડને એક કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.
૨૯ વર્ષનો વનિન્દુ હસરંગા ૨૦૨૧થી ૨૦૨૫ દરમ્યાન ચારમાંથી પહેલી ૩ સીઝન બૅન્ગલોર અને અંતિમ સીઝન રાજસ્થાન માટે રમ્યો હતો. ૨૪૩ T20 મૅચનો અનુભવ ધરાવતા આ ખેલાડીએ IPLની ૩૭ મૅચમાં ૪૬ વિકેટ લેવાની સાથે ૮૧ રન પણ કર્યા છે. ૩૪ વર્ષનો જ્યૉર્જ લિન્ડ ૨૫૦ T20 મૅચનો અનુભવ ધરાવે છે. એમાં તેણે ૨૭૪૬ રન કરવાની સાથે ૨૧૮ વિકેટ લીધી છે. સાઉથ આફ્રિકા માટે તે ૩ ટેસ્ટ-મૅચ, ૪ વન-ડે અને ૩૭ T20 મૅચ રમ્યો છે.