સાઉથ આફ્રિકાની શબનીમ ઇસ્માઇલે વિમેન્સ T20 વર્લ્ડ કપ માટે ત્રણ વર્ષ બાદ નિવૃત્તિ પાછી ખેંચી લીધી

13 May, 2026 04:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપની વૉર્મ-અપ મૅચ પહેલાં ૩૧ મેથી ૪ જૂન વચ્ચે આ ટીમ ઑસ્ટ્રેલિયા સાથે ત્રણ પ્રૅક્ટિસ મૅચ રમશે.

શબનીમ ઇસ્માઇલ

ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે સાઉથ આફ્રિકાએ લૉરા વૉલ્વાર્ટની આગેવાનીમાં ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી છે. આ સ્ક્વૉડમાં ૩૭ વર્ષની ફાસ્ટ બોલર શબનીમ ઇસ્માઇલને સ્થાન આપી ગયા વર્લ્ડ કપની રનરઅપ ટીમ સાઉથ આફ્રિકાએ સૌને ચોંકાવી દીધા હતા. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે શબનીમ ઇસ્માઇલે ત્રણ વર્ષ બાદ નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. જાન્યુઆરી ૨૦૦૭થી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન શબનીમ સાઉથ આફ્રિકા માટે ૧ ટેસ્ટ-મૅચ, ૧૨૭ વન-ડે અને ૧૧૩ T20 મૅચ રમી છે. તેણે ટેસ્ટમાં ત્રણ વિકેટ, વન-ડેમાં ૧૯૧ વિકેટ અને T20માં ૧૩૨ વિકેટ ઝડપી હતી. વાઇટ-બૉલ ફૉર્મેટમાં તે હજી પણ સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમની હાઇએસ્ટ વિકેટટેકર છે. છેલ્લી ત્રણ ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા પછી સાઉથ આફ્રિકાને એક પણ ટ્રોફી મળી નથી. જોકે હાલમાં ભારત સામે ૪-૧ થી T20 સિરીઝ જીત્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. આ ટીમ પચીસ મેનએ ઇંગ્લૅન્ડ જવા માટે રવાના થશે. વર્લ્ડ કપની વૉર્મ-અપ મૅચ પહેલાં ૩૧ મેથી ૪ જૂન વચ્ચે આ ટીમ ઑસ્ટ્રેલિયા સાથે ત્રણ પ્રૅક્ટિસ મૅચ રમશે.

womens world cup t20 international sports news sports south africa cricket news