20 June, 2026 05:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીલંકાનો ભૂતપૂર્વ કૅપ્ટન કુમાર સંગકારા ક્લબ ક્રિકેટમાં ભારતીય હેલ્મેટ પહેરીને રમતો જોવા મળ્યો
ઇંગ્લૅન્ડના એક ગામડામાં ક્લબ ક્રિકેટ રમી રહેલા ૪૮ વર્ષના કુમાર સંગકારાનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં કુમાર સંગકારા ભારતીય ક્રિકેટ ટીમની હેલ્મેટને પહેરીને બૅટિંગ કરતો જોવા મળ્યો હતો.
આ હેલ્મેટ પર ભારતીય ક્રિકેટ બોર્ડનો લોગો અને ભારતનો તિરંગો પણ છે. અહેવાલ અનુસાર શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટનને આ હેલ્મેટ ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ તરફથી ગિફ્ટમાં મળી છે. રાજસ્થાન રૉયલ્સ ટીમમાં કુમાર સંગકારા યશસ્વી જાયસવાલ સહિતના ખેલાડીઓને કોચિંગ આપે છે.
હાલમાં એક ક્લબ ક્રિકેટ મૅચમાં કુમાર સંગકારાએ ૧૬ ફોર અને ૧૧ સિક્સના આધારે ૧૧૭ બૉલમાં અણનમ ૧૬૮ રન કર્યા હતા.