કોહલીના ભારતમાં ૪૦૦૦ રન

12 March, 2023 01:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરઆંગણે ૫૦મી ટેસ્ટમાં તેણે ૪૦૦૦ રન પૂરા કર્યા હતા. તેન્ડુલકરે ઘરઆંગણે સૌથી વધુ ૯૪ ટેસ્ટમાં ૭૨૧૬ રન કર્યા છે. 

વિરાટ કોહલી

કોહલીએ ઘરઆંગણે ટેસ્ટમાં ૧૪ મહિના બાદ પહેલી હાફ-સેન્ચુરી ફટકારી હતી અને તે ઘરઆંગણે ૪૦૦૦ રન પૂરા કરનાર પાંચમો બૅટર્સ બન્યો છે. આ સાથે કોહલી સુનીલ ગાવસકર, સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ અને વીરેન્દર સેહવાગની ક્લબમાં સામેલ થયો હતો, જેમણે ઘરઆંગણે આટલા રન બનાવ્યા છે. ઘરઆંગણે ૫૦મી ટેસ્ટમાં તેણે ૪૦૦૦ રન પૂરા કર્યા હતા. તેન્ડુલકરે ઘરઆંગણે સૌથી વધુ ૯૪ ટેસ્ટમાં ૭૨૧૬ રન કર્યા છે. 

sports news sports cricket news