ફિટ લોકેશ રાહુલ ઇંગ્લૅન્ડ સામે મેદાન ગજાવવા તૈયાર

03 February, 2021 02:23 PM IST  | 

ફિટ લોકેશ રાહુલ ઇંગ્લૅન્ડ સામે મેદાન ગજાવવા તૈયાર

લોકેશ રાહુલ

ઑસ્ટ્રેલિયાની ટૂર વખતે કાંડામાં ઈજા થતાં ટેસ્ટ સિરીઝમાંથી બહાર થનાર લોકેશ રાહુલ ઇંગ્લૅન્ડ સામે પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરીને તેણે પોતે સંપૂર્ણ ફિટ થઈ ગયો હોવાની માહિતી આપી હતી. ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન તે વન-ડે અને ટી૨૦ સિરીઝ રમ્યો હતો, પણ ટેસ્ટ સિરીઝમાં તેને પહેલી બે ટેસ્ટ મૅચ રમવાની તક નહોતી મ‍ળી. જોકે ત્યાર બાદ પ્રૅક્ટિસ વખતે કાંડામાં ઈજા થતાં તે પાછો ભારત આવી ગયો હતો અને બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં રીહૅબિલિટેશન માટે જોડાઈ ગયો હતો.

પોતાના ટ્વિટર-અકાઉન્ટ પર લોકેશ રાહુલે લખ્યું હતું કે ‘મને ખુશી છે કે મેં મારું રીહૅબિલિટેશન સારી રીતે પૂરું કરી લીધું છે. ફરીથી ફિટ અને સ્વસ્થ થવા જેવી બહેતર લાગણી બીજી કોઈ ન હોઈ શકે.

test cricket kl rahul cricket news sports news india england