ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાન સામે મજબૂત છે કલકત્તાનો રેકૉર્ડ

19 April, 2026 09:07 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

આ મેદાન પર હોમ ટીમ સામે રાજસ્થાન ૧૧માંથી ૭ મૅચ હાર્યું છે

અજિંક્ય રહાણે અને રિયાન પરાગ

IPL 2026ની ૨૮મી મૅચ આજે ઈડન ગાર્ડન્સમાં રમાશે. સીઝનની પહેલી ૬ મૅચમાં માત્ર નો-રિઝલ્ટ મૅચને કારણે એક પૉઇન્ટ મેળવનાર કોલકાતા નાઇટ રાઇડર્સ ૪૮ કલાકના સમયગાળામાં બીજી મૅચ રમશે. રાજસ્થાન રૉયલ્સને સતત ચાર મૅચની જીત બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અંતિમ મૅચમાં સીઝનની પહેલી હાર મળી છે. આજની મૅચમાં જીત બન્ને ટીમના અભિયાન માટે મહત્ત્વપૂર્ણ બનશે. છેલ્લી સીઝનની બન્ને મૅચમાં કલકત્તાએ રાજસ્થાનને માત આપી હતી. શેન વૉટ્સન, ટિમ સાઉધી અને ડ્વેન બ્રાવો જેવા સ્ટાર્સથી ભરેલો સપોર્ટ-સ્ટાફ હોવા છતાં કલકત્તાની ટીમ મેદાન પર રણનીતિક સ્પષ્ટતાના અભાવે સંઘર્ષ કરી રહી હોય એવું લાગે છે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હોવાથી ટીમ-મૅનેજમેન્ટે હવે કેટલાક બોલ્ડ નિર્ણયો લેવા પડશે.  કૅપ્ટન અજિંક્ય રહાણે અને હેડ કોચ અભિષેક નાયરની ઑક્શન બાદ મજબૂત દેખાતી આ ટીમ કેટલાક વિવાદ અને ઇન્જરીઓને કારણે નબળી પડી છે. રાજસ્થાનની ટીમ નવા કૅપ્ટન રિયાન પરાગ અને હેડ કોચ કુમાર સંગાકારાની આગેવાનીમાં ચૅમ્પિયનની જેમ પ્રદર્શન કરી રહી છે અને જીતના ટ્રૅક પર પાછા ફરવા આતુર છે. હૈદરાબાદ સામેની મૅચમાં વૈભવ સૂર્યવંશી, યશસ્વી જાયસવાલ જેવા ટૉપ-ઑર્ડર બૅટર્સની નિષ્ફળતા પહેલી હારનું મુખ્ય કારણ બન્યું હતું. કલકત્તાની ટીમ છેલ્લી ચાર મૅચથી પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત નોંધાવી શકી નથી. અહીં કલકત્તાને ૯૮ મૅચમાંથી ૫૪ મૅચમાં જીત અને ૪૨ મૅચમાં હાર મળી છે. બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી. રાજસ્થાન આ મેદાન પર ૧૩માંથી ૪ મૅચ જીત્યું છે અને ૯ મૅચ હાર્યું છે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૩૨

કલકત્તાની જીત

૧૬ 

રાજસ્થાનની જીત

૧૪

નો-રિઝલ્ટ

૨ 

મૅચનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી 

રાજસ્થાન હોમ ટીમ કલકત્તા સામે અહીં ૧૧ મૅચ રમી છે. એમાંથી અંતિમ ટક્કર સહિતની ૭ મૅચ કલકત્તાએ જીતી છે, જ્યારે રાજસ્થાનને ૨૦૨૪, ૨૦૨૩, ૨૦૧૯, ૨૦૦૮ની જ મૅચમાં જીત મળી હતી. 

kolkata knight riders rajasthan royals IPL 2026 eden gardens sports news sports cricket news