05 May, 2025 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિયાન પરાગ
રાજસ્થાન રૉયલ્સના ૨૩ વર્ષના યંગેસ્ટ કૅપ્ટન રિયાન પરાગે પોતાની ૯૫ રનની ઇનિંગ્સમાં આઠ છગ્ગા ફટકાર્યા હતા જેમાંથી છ છગ્ગા તેણે ઉપરાઉપરી માર્યા હતા. IPLના ૧૮ વર્ષના ઇતિહાસમાં ૬ બૉલ પર ૬ સિક્સર ફટકારનાર તે પહેલો બૅટર બની ગયો છે.
તેણે મોઇન અલીની ૧૩મી ઓવરમાં છેલ્લા પાંચ બૉલ પર પાંચ સિક્સર ફટકાર્યા હતા જેના કારણે મોઇલ અલીએ એક ઓવરમાં ૩૨ રન આપી દીધા હતા. રિયાન પરાગ IPLની એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારનાર ક્રિસ ગેઇલ (૨૦૧૨), રાહુલ તેવટિયા (૨૦૨૦), રવીન્દ્ર જાડેજા (૨૦૨૧) અને રિન્કુ સિંહ (૨૦૨૩) બાદ પાંચમો પ્લેયર બન્યો છે, પણ આ કમાલ કરનાર તે આ ટુર્નામેન્ટનો પહેલવહેલો કૅપ્ટન બન્યો છે.
|
પરાગ દ્વારા છ બૉલ પર છ સિક્સર |
|
|
૧૨.૨ |
મોઈન અલીના બૉલ પર છગ્ગો |
|
૧૨.૩ |
મોઈન અલીના બૉલ પર છગ્ગો |
|
૧૨.૪ |
મોઈન અલીના બૉલ પર છગ્ગો |
|
૧૨.૫ |
મોઈન અલીના બૉલ પર છગ્ગો |
|
૧૨.૬ |
મોઈન અલીના બૉલ પર છગ્ગો |
|
૧૩.૨ |
વરુણ ચક્રવર્તી સામે છગ્ગો |