આઠ વર્ષ બાદ દિલ્હીના ગઢમાં એની સામે વિજય મેળવ્યો કલકત્તાએ

30 April, 2025 09:36 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કલકત્તાએ નવ વિકેટ ગુમાવીને ૨૦૪ રન ખડકી દીધા, પણ દિલ્હી ૧૯૦ રન બનાવી ૧૪ રને હાર્યું. મિડલ ઓવર્સમાં ૨૪ રનમાં પાંચ વિકેટ ગુમાવીને જીતવાની બાજી હાર્યું દિલ્હી.

સુનીલ નારાયણે ત્રણ વિકેટ લીધી હતી

IPL 2025ની ૪૮મી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૪ રને બાજી મારી અરુણ જેટલી સ્ટેડિયમમાં ૨૦૧૭ બાદ પહેલી વાર દિલ્હી કૅપિટલ્સ સામે વિજય મેળવ્યો હતો. છેલ્લાં આઠ વર્ષમાં આ મેદાન પર દિલ્હીએ કલકત્તાને ત્રણેય મૅચમાં માત આપી હતી. કલકત્તાની ટીમે એક પણ ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ વગર નવ વિકેટે ૨૦૪ રન ફટકાર્યા હતા. કૅપ્ટન અને વાઇસ કૅપ્ટનની શાનદાર પાર્ટનરશિપ છતાં દિલ્હી નવ વિકેટે ૧૯૦ રન બનાવીને હાર્યું હતું. મૅચ દરમ્યાન બન્ને ટીમના કૅપ્ટન્સને ફીલ્ડિંગ દરમ્યાન આંગળીઓમાં ગંભીર ઇન્જરી થઈ હતી.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર કલકત્તાએ સુનીલ નારાયણ (૧૬ બૉલમાં ૨૭ રન) અને રહમાનુલ્લાહ ગુરબાઝ (૧૨ બૉલમાં ૨૬ રન)ની ૪૮ રનની ભાગીદારીની મદદથી શાનદાર શરૂઆત કરી હતી, પણ પાવરપ્લે બાદ ૨૮ રનની અંદર ત્રણ વિકેટ પડતાં કલકત્તા મુશ્કેલમાં મુકાયું હતું. અંગક્રિશ રઘુવંશી (૩૨ બૉલમાં ૪૪ રન) અને રિન્કુ સિંહ (પચીસ બૉલમાં ૩૬ રન) વચ્ચે પાંચમી વિકેટની ૬૧ રનની પાર્ટનરશિપથી કલકત્તાને ૨૦૪ રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી હતી. દિલ્હીના અનુભવી ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કને (૪૩ રનમાં ત્રણ વિકેટ) સૌથી વધુ સફળતા મળી હતી, જ્યારે વિપ્રાજ નિગમ અને અક્ષર પટેલને ૨-૨ વિકેટ મળી હતી.

૨૦૫ રનના ટાર્ગેટ સામે દિલ્હીએ ૬.૩ ઓવરમાં ૬૦ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કૅપ્ટન અક્ષર પટેલ (૨૩ બૉલમાં ૪૩ રન) અને ફાફ ડુ પ્લેસી (૪૫ બૉલમાં ૬૨ રન)એ ચોથી વિકેટ માટે ૭૬ રનની પાર્ટનરશિપ કરીને મૅચને રસપ્રદ બનાવી હતી, પણ મિડલ ઓવર્સમાં સ્પિનર્સ સુનીલ નારાયણ (૨૯ રનમાં ત્રણ વિકેટ) અને વરુણ ચક્રવર્તી (૩૯ રનમાં બે વિકેટ)એ ૨૪ રનની અંદર પાંચ વિકેટ લઈને એમાં ત્રણ સ્ટાર પ્લેયર્સની વિકેટ લઈને મૅચ કલકત્તાના પક્ષમાં લાવી દીધી હતી. વિપ્રાજ નિગમે પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૯ બૉલમાં ૩૮ રન ફટકારીને દિલ્હીની હારનું અંતર ઘટાડ્યું હતું.

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રન-રેટ

પૉઇન્ટ

બૅન્ગલોર

૧૦

+.૫૨૧

૧૪

મુંબઈ

૧૦

+.૮૮૯

૧૨

ગુજરાત

+.૭૪૮

૧૨

દિલ્હી

૧૦

+.૩૬૨

૧૨

પંજાબ

+.૧૭૭

૧૧

લખનઉ

-.૦૫૪

૧૦

કલકત્તા

૧૦

+.૨૭૧

રાજસ્થાન

૧૦

-.૩૪૯

હૈદરાબાદ

-.૧૦૩

ચેન્નઈ

-.૩૦૨

 

delhi capitals kolkata knight riders IPL 2025 indian premier league cricket news sports news