માય વે ઇઝ યુનિક વે

13 January, 2026 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપરસ્ટાર રજનીકાન્તથી પ્રેરિત થઈને આદિત્ય અશોકે હાથ પર લખ્યું... માય વે ઇઝ યુનિક વે. તામિલનાડુમાં જન્મેલો આ સ્પિનર ન્યુ ઝીલૅન્ડ તરફથી પહેલી વખત ભારતની ધરતી પર રમ્યો હતો. તેણે ૨૦૨૩ બાદ પહેલી વખત ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી હતી. 

માય વે ઇઝ યુનિક વે

બરોડામાં રવિવારે ભારતીય મૂળના કિવી સ્પિનર આદિત્ય અશોકે ૬ ઓવરમાં પંચાવન રન આપીને એકમાત્ર કૅપ્ટન શુભમન ગિલની વિકેટ લીધી હતી. તામિલનાડુમાં જન્મેલો આ સ્પિનર ન્યુ ઝીલૅન્ડ તરફથી પહેલી વખત ભારતની ધરતી પર રમ્યો હતો. તેણે ૨૦૨૩ બાદ પહેલી વખત ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી હતી. 
૨૩ વર્ષના આદિત્ય અશોકે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘મારા હાથ પર લખેલા આ તામિલ વાક્યનો અર્થ છે કે માય વે ઇઝ યુનિક વે (મારો રસ્તો એક અનોખો રસ્તો છે). આ વાક્ય રજનીકાન્તની ફિલ્મ ‘પદયપ્પા’નો પ્રખ્યાત ડાયલૉગ છે. એક વખત અમે ઘરમાં મારા દિવંગત દાદા સાથે મૂલ્યો, નૈતિકતા અને તેમના માટેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ વિશે ખૂબ જ ખાનગી વાતચીત કરી રહ્યા હતા. ઘરમાં ટીવી પર રજનીકાન્તની ફિલ્મ ચાલી રહી હતી ત્યારે મેં આ વાક્ય ત્યાંથી સાંભળ્યું હતું.’  

tamil nadu rajinikanth cricket news sports news sports