કાઇરન પોલાર્ડે T20 ક્રિકેટમાં ફટકારી ૯૦૦ સિક્સર

19 January, 2025 10:10 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

હા​ઇએસ્ટ ૧૦૫૬​ સિક્સર ક્રિસ ગેઇલની છે

કાઇરન પોલાર્ડ

દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ ખાતે હાલમાં ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20) 2025ની મૅચ દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર કાઇરન પોલાર્ડે મોટો રેકૉર્ડ બનાવ્યો છે. ડેઝર્ટ વાઇપર્સ સામેની મૅચમાં તેણે MI ઍમિરેટ્સ માટે ૨૩ બૉલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૩૬ રનની ઇનિંગ્સ રમી હતી, પણ ૧૬૦ રનનો ટાર્ગેટ આપનાર MI એમિરેટ્સે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મૅચ દરમ્યાન ૩૭ વર્ષના કાઇરન પોલાર્ડે T20 ક્રિકેટમાં ૯૦૦ સિક્સર પૂરી કરી હતી. MI એમિરેટ્સની બૅટિંગ હતી એ સમયે લૉકી ફર્ગ્યુસનની બોલિંગ પર પોલાર્ડે પોતાની બીજી સિક્સર ફટકારી હતી જે T20 ક્રિકેટમાં તેની ૯૦૦મી સિક્સર હતી. T20 ક્રિકેટના મહાન ક્રિકેટર ક્રિસ ગેઇલ (૧૦૫૬ સિક્સર) પછી આ સિદ્ધિ મેળવનાર પોલાર્ડ ઇતિહાસનો એકમાત્ર બીજો પ્લેયર બન્યો છે. રમતના સૌથી ટૂંકા ફૉર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર્સના લિસ્ટમાં ટોચના ચાર ક્રિકેટર્સ વેસ્ટ ઇન્ડીઝના છે.

T20 ફૉર્મેટમાં સૌથી વધારે સિક્સર 
ક્રિસ ગેઇલ - ૪૫૫ ઇનિંગ્સમાં ૧૦૫૬  
કાઇરન પોલાર્ડ - ૬૧૩ ઇનિંગ્સમાં ૯૦૧ 
આન્દ્રે રસેલ -૪૫૬ ઇનિંગ્સમાં ૭૨૭ 
નિકોલસ પૂરન - ૩૫૦ ઇનિંગ્સમાં ૫૯૨ 
કૉલિન મન્રો - ૪૧૫ ઇનિંગ્સમાં ૫૫૦  

dubai cricket news t20 t20 international sports news sports kieron pollard