રણજી ટ્રોફી સેમી-ફાઇનલમાં પહેલી વખત એન્ટ્રી કરનાર ઉત્તરાખંડ, જમ્મુ ઍન્ડ કાશ્મીર મોટો અપસેટ સર્જવા ઊતરશે

15 February, 2026 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કર્ણાટક સૌથી વધુ રણજી ટાઇટલ જીતવાના લિસ્ટમાં મુંબઈ બાદ ૮ ટ્રોફી સાથે બીજા ક્રમે છે. તેઓ છેલ્લે ૨૦૧૪-’૧૫માં ચૅમ્પિયન બન્યા હતા. બંગાળની ટીમ માત્ર ૧૯૩૮-’૩૯ અને ૧૯૮૯-’૯૦માં ચૅમ્પિયન બની હતી.

૧. બંગાળનો કૅપ્ટન અભિમન્યુ ઈશ્વરન, ૨. જમ્મુ ઍન્ડ કાશ્મીરનો કૅપ્ટન પારસ ડોગરા, ૩. ઉત્તરાખંડનો કૅપ્ટન કુણાલ ચંદેલા, ૪. કર્ણાટકનો કૅપ્ટન દેવદત્ત પડિક્કલ.

રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની બન્ને સેમી-ફાઇનલ મૅચ આજથી શરૂ થઈ રહી છે. લખનઉમાં ઉત્તરાખંડ-કર્ણાટકની ટીમ અને કલ્યાણીમાં બંગાળ-જમ્મુ ઍન્ડ કાશ્મીર વચ્ચે સેમી-ફાઇનલનો જંગ જામશે. જમ્મુ ઍન્ડ કાશ્મીર અને ઉત્તરાખંડની ટીમ પહેલી જ વખત સેમી-ફાઇનલ રમવા ઊતરશે. ૧૫થી ૧૯ ફેબ્રુઆરી દરમ્યાન બન્ને સેમી-ફાઇનલ મૅચની રમત સવારે ૯ વાગ્યાથી શરૂ થશે.

કર્ણાટક સૌથી વધુ રણજી ટાઇટલ જીતવાના લિસ્ટમાં મુંબઈ બાદ ૮ ટ્રોફી સાથે બીજા ક્રમે છે. તેઓ છેલ્લે ૨૦૧૪-’૧૫માં ચૅમ્પિયન બન્યા હતા. બંગાળની ટીમ માત્ર ૧૯૩૮-’૩૯ અને ૧૯૮૯-’૯૦માં ચૅમ્પિયન બની હતી. પહેલી વખત સેમી-ફાઇનલમાં એન્ટ્રી મારનાર જમ્મુ ઍન્ડ કાશ્મીર અને ઉત્તરાખંડની ટીમ આ બન્ને ભૂતપૂર્વ ચૅમ્પિયનને ટક્કર આપીને મોટો અપસેટ સર્જવા ઊતરશે. 

ranji trophy champions ranji trophy mumbai ranji team cricket news sports news sports devdutt padikkal