09 May, 2025 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉસ બટલર
મુંબઈ ઇન્ડિયન્સ સામે IPL મૅચ રમવા મુંબઈ આવેલા ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન જૉસ બટલરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે. ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર-બૅટર બટલરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડિયો શૅર કર્યો છે જેમાં તે મુંબઈની શેરીઓમાં લોકલ બાળકો સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. લાકડી વડે ક્રિકેટ રમતો બટલર જ્યારે બૉલ રમી ન શક્યો ત્યારે બાળકો ખુશીથી ઝૂમી ઊઠ્યાં હતાં.