20 June, 2026 09:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીલંકાના પ્રેસિડન્ટ સાથે ICCના ચૅરમૅન જય શાહની મુલાકાત
ગઈ કાલે ICCના ચૅરમૅન જય શાહ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરવા શ્રીલંકા પહોંચ્યા હતા. આ મુલાકાત સમયે બેઠકમાં શ્રીલંકા ક્રિકેટ (SLC)ની વચગાળાની સમિતિની નિમણૂક અંગે ICCની ચિંતાઓને પણ સંબોધવામાં આવી હતી જેને ICC એના નિયમોની વિરુદ્ધ માને છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડની નવી ગવર્નિંગ બૉડી બનાવવા, શ્રીલંકા ક્રિકેટના ભવિષ્ય અને આર્થિક વિકાસ વિશે પણ બન્ને વચ્ચે ચર્ચા થઈ હતી.