રોહિતની ગેરહાજરીથી ફાયદો થશે, રાહુલ ઘણો સારો પ્લેયર : મૅક્સવેલ

21 November, 2020 02:17 PM IST  |  Mumbai | Agency

રોહિતની ગેરહાજરીથી ફાયદો થશે, રાહુલ ઘણો સારો પ્લેયર : મૅક્સવેલ

રોહિત શર્મા

ઑસ્ટ્રેલિયા સામેની વાઇટ બૉલ સિરીઝમાં ભારતના હિટમૅન રોહિત શર્માની ગેરહાજરીને યજમાન ટીમ પોતાના માટે એક સારા સમાચાર ગણી રહી છે, પણ ગ્લેન મૅક્સવેલનું માનવું છે કે લોકેશ રાહુલ રોહિતની જગ્યા ભરવા માટે એક સારો વિકલ્પ છે અને તે ઘણો સારો પ્લેયર છે. રોહિતની ગેરહાજરીમાં રાહુલ વાઇસ કૅપ્ટન તરીકે ફરજ બજાવશે.

મૅક્સવેલે કહ્યું કે ‘રોહિત એક ક્લાસ પ્લેયર છે. તે એક એવો ઓપનર છે જે ત્રણ વાર ડબલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. તે લયમાં ન હોય એ તમારા માટે સારું છે. મારા માટે ભારત પાસે રોહિતનો બૅકઅપ છે અને એ છે લોકેશ રાહુલ. છેલ્લી આઇપીએલમાં તેનું પ્રદર્શન જબરદસ્ત હતું. તે ઓપનિંગ કરે કે ન કરે, પણ એ વાત તો નક્કી છે કે તે એક સારો પ્લેયર છે.’

india australia cricket news sports news glenn maxwell rohit sharma kl rahul