26 July, 2025 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પિકલબૉલ પૅડલ સાથે ભારતીય ફાસ્ટ બોલર્સ ઇશાન્ત શર્મા, ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવ.
વિશ્વની સૌથી ઝડપથી વિકસતી રમતોમાંની એક પિકલબૉલને રાષ્ટ્રીય સ્તરે સ્પૉટલાઇટમાં લાવવા ‘પિકલ પ્રોસ’ નામની એક પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલને સમર્થન આપવા ભારતના ફાસ્ટ બોલર્સ ઇશાન્ત શર્મા, ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવ પણ જોડાયા છે. આ પહેલ હેઠળ દેશમાં વિશ્વસ્તરીય કોર્ટનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક બનાવવામાં આવશે જે પાયાના વિકાસ અને ઉત્તમ માળખાગત સુવિધાઓનું મિશ્રણ હશે. ટ્રેઇનિંગ સેશન અને ઇવેન્ટ્સનું આયોજન કરીને પિકલ પ્રોસ તમામ ઉંમરના અને કૌશલ્ય સ્તરના પ્લેયર્સને જોડીને પિકલબૉલને એક મહત્ત્વાકાંક્ષી અને સુલભ રમત બનાવવામાં આવશે.