ટી૨૦ વર્લ્ડ કપ પોસ્ટપોન થાય તો IPL ઑક્ટોબર-નવેમ્બરમાં રમાડી શકાય: BCCI

01 April, 2020 03:34 PM IST  |  New Delhi | Agencies

ટી૨૦ વર્લ્ડ કપ પોસ્ટપોન થાય તો IPL ઑક્ટોબર-નવેમ્બરમાં રમાડી શકાય: BCCI

આઈપીએલ

કોરોના વાઇરસને લીધે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) કૅન્સલ કરવા અથવા તો પોસ્ટપોન કરવાનો વારો આવી ગયો છે. આ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડ હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી નથી શક્યું. જોકે ટી૨૦ વર્લ્ડ કપને પોસ્ટપોન કરવામાં આવે તો આઇપીએલને ઑક્ટોબર-નવેમ્બરમાં રમાડી શકાય એમ છે. આ વિશે વધારે વાત કરતાં બીસીસીઆઇના અધિકારીએ કહ્યું કે ‘હાલની તારીખમાં દરેક દેશ લૉકડાઉન છે. ઑસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોએ તો ૬ મહિના માટે લૉકડાઉન જાહેર કરી દીધું છે. જો આ ૬ મહિના લૉકડાઉન રહેશે તો ઑક્ટોબરની શરૂઆતમાં આ ૬ મહિનાનો સમય પૂરો થશે. એવામાં ભારત સરકારના પણ લૉકડાઉનના નિર્ણયની આગળના સમયમાં શું અસર થશે એ જોવા જેવું છે. ટી૨૦ વર્લ્ડ કપને આઇસીસી પોસ્ટપોન કરે તો ઑક્ટોબર-નવેમ્બરમાં આઇપીએલ રમાડી શકાય એમ છે. જોકે એ માટે કોરોનાને ધ્યાનમાં રાખીને ઘણી તકેદારી રાખવી પડશે. વળી આઇસીસી માટે પણ વર્લ્ડ ટી૨૦ પોસ્ટપોન કરવું એ પણ એક પડકાર જ છે, કેમ કે જો એ આ ટુર્નામેન્ટ પોસ્ટપોન થાય તો એ પછી એ સીધી ૨૦૨૨માં રમાડી શકાશે, કેમ કે ૨૦૨૧માં આ ટુર્નામેન્ટ રમવાની કોઈ તક નથી.’
સામા પક્ષે આઇસીસીના અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી તેઓ પોતાના પહેલાના પ્લાન પર જ કાયમ છે અને ટી૨૦ વર્લ્ડ કપ પોસ્ટપોન કરવાની કોઈ વાત ચર્ચામાં નથી. એવામાં હવે ક્રિકેટપ્રેમીઓને ટી૨૦ વર્લ્ડ કપ જોવા મળે છે કે આઇપીએલ એની તો આવતા દિવસોમાં જ ખબર પડશે.

ipl 2020 indian premier league t20 world cup cricket news sports news