ભગવાને લગાવી છે...: પાકિસ્તાનના AI ચિપના આરોપ પર વૈભવ સૂર્યવંશીની રમૂજી ટિપ્પણી

29 April, 2026 05:59 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Online Correspondent

નિયાઝની ટિપ્પણી પછી, વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રૉયલ્સ દ્વારા શૅર કરાયેલા એક વીડિયોમાં જવાબ આપ્યો. તેણે મજાકમાં કહ્યું "ભગવાને AI ચિપ લગાવી છે. તેમણે મને કહ્યું હતું કે તેઓ મારા બૅટમાં કંઈક ઉમેરશે. હું ત્યારથી તેનો ઉપયોગ કરી રહ્યો છું".

વૈભવ સૂર્યવંશી

IPL 2026 માં રાજસ્થાન રૉયલ્સે પંજાબ કિંગ્સ સામે જીત મેળવ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ તેના બૅટમાં AI ચિપ લગાવી હોવાના પાકિસ્તાનના વિચિત્ર આરોપોનો જવાબ આપ્યો છે. વૈભવે પાકિસ્તામનને આપેલા જવાબનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો અને અને તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 15 વર્ષના આ સ્ટાર બૅટરે સાબિત કર્યું છે કે તે ફક્ત તેની બૅટિંગથી જ નહીં પરંતુ તેના શબ્દોથી પણ ટીકાકારોને ચૂપ કરી શકે છે. તેણે આ ટિપ્પણીનો જવાબ રમૂજી રીતે આપ્યો જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

પાકિસ્તાનના નૌમાન નિયાઝએ ટિપ્પણી કરી હતી

પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાત ડૉ. નૌમાન નિયાઝે મજાકમાં વૈભવ સૂર્યવંશીના બૅટમાં AI ચિપ લાગી હોવાનો આરોપ કર્યો હતો. નિયાઝે તેના શો ‘સ્મૅશ ઇટ’માં કહ્યું હતું કે તે માને છે કે સૂર્યવંશીના બૅટમાં એક ચિપ લગાવવામાં આવી છે અને તેને ડોપિંગ તપાસણી માટે લૅબમાં મોકલવી જોઈએ. નિયાઝે કહ્યું, "દોસ્ત, તમે જ વિચારો કે તે કેવો છોકરો છે. તેને ડોપિંગ ટૅસ્ટ કરવા માટે લૅબમાં મોકલો. તેનામાં કોઈ AI ચિપ લગાવવામાં આવી છે.

વૈભવે આપ્યો જવાબ

નિયાઝની ટિપ્પણી પછી, વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રૉયલ્સ દ્વારા શૅર કરાયેલા એક વીડિયોમાં જવાબ આપ્યો. તેણે મજાકમાં કહ્યું "ભગવાને AI ચિપ લગાવી છે. તેમણે મને કહ્યું હતું કે તેઓ મારા બૅટમાં કંઈક ઉમેરશે. હું ત્યારથી તેનો ઉપયોગ કરી રહ્યો છું," રાજસ્થાન રૉયલ્સ દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં સૂર્યવંશીએ કહ્યું, જેણે હવે ચર્ચા જગાવી છે.

IPL 2026 માં સૂર્યવંશીનું જોરદાર પરફોર્મન્સ

આ ટિપ્પણી પહેલા પણ, વૈભવ સૂર્યવંશી IPL 2026 માં ચર્ચાનો વિષય બની ગયો હતો. તે રાજસ્થાન રૉયલ્સ માટે મોટા સિક્સર ફટકારીને અને ઝડપી રન બનાવીને ચાહકો અને ટીમ બન્નેનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. તેની બૅટિંગની સ્પીડ અને શક્તિને જોતા, ઘણા કોમેન્ટેટર્સે ટિપ્પણી કરી છે કે તે તેની ઉંમરના વ્યક્તિ માટે તે બાબત અસામાન્ય છે; જોકે, સૂર્યવંશીએ આવી ટિપ્પણીઓને મજાકમાં લીધી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે દબાણ અથવા ટ્રોલિંગથી કોઈ પ્રેશર અનુભવતો નથી. દરમિયાન, પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રૉયલ્સની જીતે તેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. 2026 માં તેણે અત્યાર સુધી નવ મૅચમાં બીજા ખેલાડીઓ કરતાં સૌથી વધુ 400 રન બનાવી ઑરેન્જ કૅપ રેસમાં ટોચનું સ્થાન જાળવી રહ્યું છે.

vaibhav sooryavanshi rajasthan royals pakistan sports news sports cricket news IPL 2026 viral videos