16 April, 2026 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સ
પાંચમાંથી બે જ મૅચમાં જીત મેળવી શકનાર સનરાઇઝર્સ હૈદરાબાદને એના રેગ્યુલર કૅપ્ટન પૅટ કમિન્સ માટે હજુ ૧૦ દિવસ રાહ જોવી પડશે. ઇન્જરીને લીધે T20 વર્લ્ડ કપ ગુમાવનાર કમિન્સ IPLની આ સીઝનમાં ટીમ સાથે જોડાઈ ગયો હતો પણ મેદાનમાં ઊતરવા માટે સંપૂર્ણ ફિટનેસની રાહ જોઈ રહ્યો હતો. ફાઇનલ સ્કૅન માટે ઑસ્ટ્રેલિયા પાછા ગયેલા કમિન્સને સોશ્યલ મીડિયા પર એક ચાહકે જલદી હૈદરાબાદ સાથે જોડાઈ જવા અને ૧૮ એપ્રિલે ચેન્નઈ સામેની મૅચ રમવા વિનંતી કરી ત્યારે જવાબમાં તેણે લખ્યું હતું કે ૨૫ એપ્રિલે રાજસ્થાન સામેની મૅચથી પાછા ફરવાનો તેનો ટાર્ગેટ છે.