ડેન્જરસ હૈદરાબાદી ટીમ સામે લખનઉએ દેખાડવો પડશે સુપર જાયન્ટ્સ અવતાર

05 April, 2026 08:41 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર લખનઉ ત્રણમાંથી માત્ર એક મૅચ હાર્યું છે

સનરાઇઝર્સ હૈદરાબાદ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે IPLની ૧૯મી સીઝનના બીજા ડબલ-હેડરની પહેલી મૅચ રમાશે. IPL 2026ની આ દસમી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ ટકરાશે. હૈદરાબાદની ટીમે ઓપનિંગ મૅચમાં બૅન્ગલોર સામે હાર્યા બાદ કલકત્તા સામે સીઝનની પહેલી જીત નોંધાવી હતી, જ્યારે રિષભ પંત ઍન્ડ કંપનીને ઘરઆંગણે સીઝનની પહેલી મૅચમાં દિલ્હી સામે હાર મળી હોવાથી તેઓ પહેલી જીતની શોધમાં રહેશે. ઈશાન કિશન અને અભિષેક શર્માના સંયુક્ત નેતૃત્વ હેઠળની હૈદરાબાદી ટીમ બૅટિંગ બાદ હવે બોલિંગમાં પણ ધમાલ મચાવી રહી છે. લખનઉની ટીમ હજી બૅટિંગ અને બોલિંગ સહિતના વિભાગમાં લય મેળવી શકી નથી. ડેન્ઝર્સ હૈદરાબાદી ટીમ સામે જીત મેળવવા તમામ પ્લેયર્સને જબરદસ્ત રમત રમવી પડશે.

મૅચનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ : ૬ 
લખનઉની જીત : ૪ 
હૈદરાબાદની જીત : ૨ 

હૈદરાબાદના સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે ૩ મૅચ રમાઈ છે, જેમાં ૨૦૨૩ અને ૨૦૨૫ની મૅચ લખનઉએ અને ૨૦૨૪ની મૅચ હૈદરાબાદે જીતી હતી. છેલ્લી સીઝનમાં હૈદરાબાદ પોતાના હોમગ્રાઉન્ડ પર છમાંથી માત્ર બે મૅચ જીતી શક્યું હતું. ૩ મૅચમાં હાર મળી હતી અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ઓવરઑલ આ મેદાન પર હૈદરાબાદી ટીમ ૬૩ IPL મૅચમાંથી ૩૮ મૅચ જીત્યું છે. 

 

IPL 2026 sunrisers hyderabad lucknow super giants Rishabh Pant cricket news sports news sports