વિવાદોને લીધે ટીમની ઇમેજ ખરડાઈ છે : કુમાર સંગકારા

02 May, 2026 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંગકારાએ કૅપ્ટન રિયાન પરાગની કૅપ્ટશીપનાં વખાણ કર્યાં હતાં.

કુમાર સંગકારા

રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ કુમાર સંગકારાએ તાજેતરના વિવાદોને લીધે ટીમની ઇમેજ ખરડાઈ હોવાનું જણાવી નારાજગી વ્યક્ત કરી હતી. ટીમ-મૅનેજર રોમી ભિંડરને ડગઆઉટમાં મોબાઇલના ઉપયોગને લીધે એક લાખ રૂપિયાનો દંડ થયો હતો અને કૅપ્ટન રિયાન પરાગને ‍મૅચ દરમ્યાન ડ્રેસિંગરૂમમાં વેપિંગ કરતાં કૅમેરામાં ઝડપાઈ જતાં ૨૫ ટકા મૅચ-ફીનો દંડ થયો હતો. નારાજગી વ્યક્ત કરતાં સંગકારાએ જણાવ્યું હતું ‘મને લાગે છે કે કોઈ પણ વિવાદોની અસર ટીમ પર ક્યારેય સકારાત્મક નથી હોતી. ફ્રૅન્ચાઇઝીનું પોતાનું કલ્ચર અને વૅલ્યુઝ હોય છે અને સતત દરેકને એ યાદ અપાવતા રહીએ છીએ કે એને જાળવી રાખવાનું અને પાલન કરવાની જવાબદારી તેમની છે. દરેકે તેમની જવાબદારી સમજીને વર્તવું જોઈએ.’ સંગકારાએ કૅપ્ટન રિયાન પરાગની કૅપ્ટશીપનાં વખાણ કર્યાં હતાં.

kumar sangakkara rajasthan royals IPL 2026 riyan parag cricket news sports news sports