01 May, 2025 06:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ પોતાના પપ્પા સંજીવ સૂર્યવંશી સાથે
સોમવારે ગુજરાત ટાઇટન્સ સામે વૈભવ સૂર્યવંશીએ રમેલી ઐતિહાસિક ઇનિંગ્સ બાદ તેનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટો ૨૦૧૭ની ૩ મેનો ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ વચ્ચેની IPL મૅચનો છે જેમાં વૈભવ પોતાના પપ્પા સંજીવ સૂર્યવંશી સાથે મહેન્દ્ર સિંહ ધોનીની જૂની ટીમ પુણેને સપોર્ટ કરવા પહોંચ્યો છે.
પુણેની ટીમના એ સમયના માલિક સંજીવ ગોયનકાએ આ ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘ગઈ કાલે રાત્રે (સોમવારે) હું આશ્ચર્યચકિત થઈ ગયો. આજે સવારે (મંગળવારે) મને ૨૦૧૭માં મારી ટીમ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે ચિયર કરતો ૬ વર્ષનો વૈભવ સૂર્યવંશીનો આ ફોટો મળ્યો. આભાર વૈભવ. ખૂબ ખૂબ શુભેચ્છા અને સમર્થન.’
૧૯ એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મૅચ બાદ સંજીવ ગોયનકા આ ૧૪ વર્ષના પ્લેયરને વહાલ કરતા જોવા મળ્યા હતા.