02 May, 2025 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે મળેલી ચાર વિકેટની જીત બાદ પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર (૪૧ બૉલમાં ૭૨ રન) પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો, પણ સ્લો ઓવરરેટ બદલ તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સીઝનમાં આ તેનો પહેલો સ્લો ઓવરરેટનો ગુનો હતો. તેના પહેલાં અન્ય કૅપ્ટન્સ રિષભ પંત (લખનઉ સુપર જાયન્ટ્સ), અક્ષર પટેલ (દિલ્હી કૅપિટલ્સ), સંજુ સૅમસન (રાજસ્થાન રૉયલ્સ), રજત પાટીદાર (રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ), રિયાન પરાગ (રાજસ્થાન રૉયલ્સ) અને હાર્દિક પંડ્યા (મુંબઈ ઇન્ડિયન્સ)એ પણ આ ફાઇન ભરવો પડ્યો છે.