હોમ ગ્રાઉન્ડની અંતિમ મૅચમાં રાજસ્થાનને મળશે પંજાબનો જબરદસ્ત પડકાર

18 May, 2025 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છ વર્ષ બાદ જયપુરમાં રમાશે રાજસ્થાન અને પંજાબની મૅચ, આ સ્ટેડિયમમાં હોમ ટીમ સામે છમાંથી માત્ર એક મૅચ જીતી છે પંજાબી ટીમ.

સંજુ સૅમસન, રાહુલ દ્રવિડ અને રિકી પૉન્ટિંગ હળવા મૂડમાં જોવા મળ્યા

IPL 2025ની ૫૯મી મૅચ આજે રાજસ્થાન રૉયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. સીઝનની પહેલી ટક્કરમાં પંજાબને પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન સામે ૫૦ રને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ (૧૫ પૉઇન્ટ) આજે પ્લેઑફમાં સ્થાન મજબૂત કરવા ઊતરશે, જ્યારે ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ ગયેલી રાજસ્થાન (૬ પૉઇન્ટ)ની ટીમ હોમ ગ્રાઉન્ડ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં અંતિમ મૅચ જીતવાનો ટાર્ગેટ રાખશે.

આ સ્ટેડિયમમાં રાજસ્થાન સામે રમેલી છમાંથી માત્ર એક જ મૅચ પંજાબની ટીમ જીતી શકી છે. બન્ને ટીમ વચ્ચે આ સ્ટેડિયમમાં ૨૦૧૯ બાદ પહેલી વાર મૅચ રમાશે. પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરના પ્રદર્શનની સાથે રાજસ્થાનના રેગ્યુલર કૅપ્ટન સંજુ સૅમસનની ફિટનેસ અપડેટ પર સૌની નજર રહેશે. મૅચનો સમય બપોરે ૩.3૦ વાગ્યાથી.

હેડ ટુ હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૨૯

RRની જીત

૧૭

PBKSની જીત

૧૨

 

rajasthan royals punjab kings IPL 2025 indian premier league cricket news cricket sports news