બૅન્ગલોર અને લખનઉ પ્લેઑફની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા ઊતરશે

09 May, 2025 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૩માં એકાના સ્ટેડિયમમાં થયેલી એકમાત્ર ટક્કરમાં બૅન્ગલોરે મારી હતી બાજી.

વિરાટ કોહલી અને રિષભ પંત, દિનેશ કાર્તિક અને આયુષ બદોની

IPL 2025ની ૫૯મી મૅચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચે રમાશે. ઉત્તર પ્રદેશના એકાના સ્ટેડિયમમાં આ પહેલાં બન્ને ટીમ ૨૦૨૩માં જ ટકરાઈ હતી જેમાં બૅન્ગલોરે ૧૮ રને જીત મેળવી હતી. સીઝનની પહેલી ટક્કરમાં લખનઉએ બૅન્ગલોરને એના જ ગઢમાં ૨૮ રને માત આપી હતી.

બૅન્ગલોર (૧૬ પૉઇન્ટ) વધુ બે પૉઇન્ટ મેળવીને પ્લેઑફની રેસમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા ઊતરશે, જ્યારે ૧૧માંથી પાંચ મૅચ જીતીને ૧૦ પૉઇન્ટ મેળવનાર લખનઉ પોતાની બાકીની ત્રણેય મૅચ જીતીને ૧૬ પૉઇન્ટ પર જ રહેશે. આ મૅજિકલ નંબર મેળવવા છતાં અન્ય ટીમના શાનદાર પ્રદર્શનને જોતાં એનું ક્વૉલિફાય થવું લગભગ અશક્ય છે છતાં તેઓ ત્રણેય મૅચ જીતીને કોઈ ચમત્કારની આશા રાખશે.

હેડ ટુ હેડ રેકૉર્ડ

કુલ મૅચ

RCBની જીત

LSGની જીત

મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી. ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન વિરાટ કોહલી અને રિષભ પંત. રોમારિયા શેફર્ડને ટિપ્સ આપી રહેલો બૅન્ગલોરનો બૅટિંગ કોચ દિનેશ કાર્તિક. ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન લખનઉનો સુપર જાયન્ટ્સનો જોરદાર ફૉર્મમાં ચાલી રહેલો બૅટ્સમૅન આયુષ બદોની બે બૅટ સાથે અનોખી સ્ટાઇલમાં જોવા મળ્યો હતો.

royal challengers bangalore IPL 2025 indian premier league cricket news sports news lucknow super giants