05 May, 2025 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રૅવિસ હેડ અને કે. એલ. રાહુલ
IPL 2025ની પંચાવનમી મૅચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે રમાશે. અક્ષર પટેલની આગેવાની હેઠળ છેલ્લી બન્ને મૅચ હારનાર દિલ્હી આજે હૈદરાબાદ સામે જીતના માર્ગે પાછા ફરવાનો પ્રયાસ કરશે. હૈદરાબાદની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી મૅચ હારીને પ્લેઑફની રેસમાંથી ઑલમોસ્ટ બહાર થઈ ગઈ છે. ગયા વર્ષની આ રનર-અપ ટીમ પોતાની બાકીની ચારેય મૅચમાં તેની નબળાઈઓ પર કામ કરવા પર ધ્યાન આપશે.
સીઝનની પહેલી ટક્કરમાં દિલ્હીએ આ હરીફ ટીમ સામે સાત વિકેટે જીત નોંધાવી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે ૬ મૅચ રમાઈ છે જેમાં બન્ને ટીમે ૩-૩ જીત નોંધાવી છે. દિલ્હીની ટીમ અહીં હૈદરાબાદ સામે ૨૦૧૯ અને ૨૦૨૩ની છેલ્લી બન્ને ટક્કરમાં જીતી છે. પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે હૈદરાબાદનો ટ્રૅવિસ હેડ અને દિલ્હીનો કે. એલ. રાહુલ. ગૉસિપ કરતાં જોવા મળ્યા હતા.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૨૫ |
|
SRHની જીત |
૧૩ |
|
DCની જીત |
૧૨ |