15 April, 2025 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૉર્ટ થર્ડ મૅનની પોઝિશન પર અથડાયા દિલ્હી કૅપિટલ્સના આશુતોષ શર્મા અને મુકેશ કુમાર
IPL 2025માં સળંગ ચાર મૅચ જીત્યા બાદ દિલ્હી કૅપિટલ્સને રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે સીઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૨ રને મળેલી આ હાર બાદ દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલને સ્લો ઓવર-રેટ બદલ ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્તમાન સીઝનમાં તે આ રીતે દંડિત થનાર છઠ્ઠો કૅપ્ટન બન્યો છે. તેના પહેલાં રાજસ્થાનના કૅપ્ટન્સ રિયાન પરાગ, સંજુ સૅમસન; મુંબઈના હાર્દિક પંડ્યા; બૅન્ગલોરના રજત પાટીદાર અને લખનઉના રિષભ પંતને પણ કૅપ્ટન તરીકે આ દંડનો સામનો કરવો પડ્યો છે.
45- આટલી સૌથી વધુ IPL મૅચ એક વેન્યુ પર હારવાના બૅન્ગલોરના રેકૉર્ડની બરાબરી કરી દિલ્હીએ.